જળ કમળ છાંડી (પ્રભાતિયા) - કરસન સાગઠીયા, લલીતા ઘોડાદ્રા || JAL KAMAL CHHANDI JANE BALA - TRADITIONAL
Krishna bhajan in Gujarati. Sung during Janmashtami.
જળકમળ છાંડી જાને બાળા
Jal Kamal Chhandi Jane Bala (Nagdaman)
જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે;
જાગશે, તને મારશે, મને બાળ હત્યા લાગશે.॥૧॥
કહે રે બાળક તું મારગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવિયો;
નિશ્ચે તારો કાળ જ ખૂટ્યો, અહીંયા તે શીદ આવિયો?॥૨॥
નથી નાગણ હું મારગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવિયો;
મથુરા નગરીમાં જુગટુ રમતાં, નાગનું શીશ હું હારિયો.॥૩॥
રંગે રૂડો રૂપે પૂરો, દિસંતો કોડીલો કોડામણો;
તારી માતાએ કેટલા જનમ્યાં, તેમાં તું અળખામણો?॥૪॥
મારી માતાએ બેઉ જનમ્યાં, તેમાં હું નટવર નાનડો;
જગાડ તારા નાગને, મારું નામ કૃષ્ણ કહાનડો.॥૫॥
લાખ સવાનો મારો હાર આપું, આપું રે તુજને દોરીઓ;
એટલું મારા નાગથી છાનું આપું, કરીને તુજને ચોરીઓ.॥૬॥
શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોરીઓ;
શાને કાજે નાગણ તારે, કરવી ઘરમાં ચોરીઓ?॥૭॥
ચરણ ચાંપી મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો;
ઉઠોને બળવંત કોઈ, બારણે બાળક આવિયો.॥૮॥
બેઉ બળિયા બાથે વળગિયા, શ્રીકૃષ્ણે કાળીનાગ નાથિયો;
સહસ્ત્ર ફેણાં ફુંફવે જેમ, ગગન ગાજે હાથિયો.॥૯॥
નાગણ સૌ વિલાપ કરે કે, નાગને બહુ દુઃખ આપશે;
મથુરા નગરીમાં લઈ જશે, પછી નાગનું શીશ કાપશે.॥૧૦॥
બેઉ કર જોડી વીનવે, સ્વામી! મૂકો અમારા કંથને;
અમે અપરાધી કાંઈ ન સમજ્યાં, ન ઓળખ્યાં ભગવંતને.॥૧૧॥
થાળ ભરીને શગ મોતીડે, શ્રીકૃષ્ણને રે વધાવિયો;
નરસૈંયાના નાથ પાસેથી, નાગણે નાગ છોડાવિયો.॥૧૨॥
Jalakamal chhaandi jaane baalaa, swaami amaaro jaagashe;
Jaagashe, tane maarashe, mane baal hatyaa laagashe. (1)
Kahe re baalak tun maarag bhoolyo, ke taaraa veriye valaaviyo;
Nishche taaro kaal ja khootyo, aheenyaa te sheed aaviyo? (2)
Nathi naagan hun maarag bhoolyo, nathi maaraa veriye valaaviyo;
Mathuraa nagareemaan jugatu ramataan, naaganu sheesh hun haariyo. (3)
Range roodo roope pooro, disanto kodeelo kodaamano;
Taari maataaye ketalaa janamyaan, temaan tun alakhaamano? (4)
Maari maataaye beu janamyaan, temaan hun Natavar naanado;
Jagaad taaraa naagane, maarun naam Krishna Kahaanado. (5)
Laakh savaano maaro haar aapun, aapun re tujane doreeo;
Etalun maaraa naagathi chhaanun aapun, kareene tujane choreeo. (6)
Shun karun naagan haar taaro, shun karun taaro doreeo;
Shaane kaaje naagan taare, karavi gharamaan choreeo? (7)
Charan chaampi moochh maradi, naagane naag jagaadiyo;
Uthone balavant koi, baarane baalak aaviyo. (8)
Beu baliyaa baathe valagiyaa, Shreekrishne Kaalinaag naathiyo;
Sahastra phenaan phoomphave jem, gagan gaaje haathiyo. (9)
Naagan sau vilaap kare ke, naagane bahu duhkh aapashe;
Mathuraa nagareemaan lai jashe, pachhi naaganu sheesh kaapashe. (10)
Beu kar jodi veenave, swaami! mooko amaaraa kanthane;
Ame aparaadhi kaain na samajyaan, na olakhyaan Bhagavantane. (11)
Thaal bhareene shag moteede, Shreekrishnane re vadhaaviyo;
Narasainyaanaa Naath paasethi, naagane naag chhodaaviyo. (12)