Vaishnav Jan To Gujarati Bhajan With Lyrics And Meaning | वैष्णव जन तो गुजराती भजन | Rajshri Soul
Song in Gujarati.
વૈષ્ણવ જન તો તેને કહિયે
Vaishnav Jan To Tene Kahiye
વૈષ્ણવ જન તો તેને કહિયે, જે પીડ પરાઈ જાણે રે;
પર દુ:ખે ઉપકાર કરે તો યે, મન અભિમાન ન આણે રે. ॥ધૃ॥
સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે;
વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે. ॥૧॥
સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે;
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે. ॥૨॥
મોહ માયા વ્યાપે નહિ જેને, દૃઢ વૈરાગ્ય જેના મનમાં રે;
રામ નામ શુ તાળી રે લાગી, સકળ તીરથ તેના તનમાં રે. ॥૩॥
વણ લોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યાં રે;
ભણે નરસૈયો તેનું દર્શન કરતાં, કુળ એકોતેર તાર્યાં રે. ॥૪॥
Vaishnav jan to tene kahiye, je peed paraai jaane re,
Par dukhe upkaar kare to ye, man abhimaan na aane re. (Refrain)
Sakal lok maan sahune vande, ninda na kare keni re,
Vaach kaachh man nishchal raakhe, dhan dhan janani teni re. (1)
Samdrishti ne trishna tyaagi, parastree jene maat re,
Jihva thaki asatya na bole, pardhan nav jhaale haath re. (2)
Moh maaya vyaape nahi jene, dridh vairaagya jena man maan re,
Raam naam shu taali re laagi, sakal teerath tena tan maan re. (3)
Van lobhi ne kapat rahit chhe, kaam krodh nivaaryaan re,
Bhane Narsaiyo tenun darshan kartaan, kul ekoter taaryaan re. (4)