ભણે નરસૈયો | Akhil Brahmand Maa Ek Tu | Hemant Chauhan | prabhatya Bhajan
Vishnu song in Gujarati.
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ
Akhil Brahmandma Ek Tu Shri Hari
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપે અનંત ભાસે;
દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. ॥ટેક॥
પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે;
વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવથકી જીવ થયો એ જ આશે. ॥૧॥
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ.
વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે, કનક કુંડલ વિષે ભેદ ન્હોયે;
ઘાટ ઘડિયા પછી નામરૂપ જુજવાં, અંત્યે તો હેમનું હેમ હોયે. ॥૨॥
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ.
વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોઉં પટંતરો એ જ પાસે;
ભણે નરસૈંયો એ મન તણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે. ॥૩॥
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ.
Akhil brahmaandmaan ek tun Shreehari, joojave roope anant bhaase;
Dehamaan dev tun, tejamaan tattva tun, shoonyamaan shabda thai Ved vaase. (Refrain)
Pavan tun, paani tun, bhoomi tun bhoodharaa, vruksha thai phooli rahyo aakaashe;
Vividh rachanaa kari anek ras levaane, Shiv thaki jeev thayo e j aashe. (1)
Akhil brahmaandmaan ek tun Shreehari.
Ved to em vade, shruti-smruti shaakh de, kanak kundal vishe bhed nhoye;
Ghaat ghadiyaa pachhi naamaroop jujavaan, antye to hemnun hem hoye. (2)
Akhil brahmaandmaan ek tun Shreehari.
Vrukshamaan beej tun, beejamaan vruksha tun, jooun patantaro e j paase;
Bhane Narsainyo e man tani shodhanaa, preet karun premathi pragat thaashe. (3)
Akhil brahmaandmaan ek tun Shreehari.